પ્રાર્થના વિષે
5 "અને જયારે તમે પ્રાર્થના કરો, દંભીઓના જેવા ન થાવ. અન્ય લોકો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાના નાકાંઓ પર ઊભા રહીને પ્રાથઁના કરવાનું તેમને પસંદ છે. હું તમને સાચે જ કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂકયા છે. 6 પરંતુ તમે જયારે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને તમારાં પિતાને પ્રાર્થના કરો, જે અદ્રશ્ય છે. ત્યારે તમારો પિતા જે ગુપ્ત રીતે કરવામાં આવે છે તે જુએ છે, તે તમને બદલો આપશે. 7 અને જયારે તમે પ્રાર્થના કરો ત્યારે વિધર્મીઓની માફક લવારો ન કરો, કેમકે તેઓ માને છે કે ઘણા શબ્દોથી અમારું સાંભળવામાં આવશે. 8 તેમના જેવા ન થાઓ, કેમકે તમારાં માગ્યા અગાઉ તમારાં પિતા જાણે છે કે તમને શેની જરૂર છે.
9 "તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ:
" ‘સ્વર્ગમાંના અમારા પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ.
10 તમારું રાજ્ય આવો,
તમારી ઈચ્છા પૂરી થાઓ,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,
11 આજે અમને અમારી રોજની રોટલી આપો.
12 અમારા ૠણ અમને માફ કરો,
જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.
13 અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો,
કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’
14 માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે. 15 પરંતુ જો તમે બીજાઓને તેમના પાપ માફ નહિ કરો તો તમારા પિતા તમારા પાપ માફ નહિ કરે.