Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:9-13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 "તો, પછી, તમારે આ રીતે પ્રાર્થના કરવી જોઈએ:

" ‘સ્વર્ગમાંના અમારા પિતા,

તમારું નામ પવિત્ર મનાઓ.

10 તમારું રાજ્ય આવો,

તમારી ઈચ્છા પૂરી થાઓ,

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર,

11 આજે અમને અમારી રોજની રોટલી આપો.

12 અમારા ૠણ અમને માફ કરો,

જેમ અમે અમારા ૠણીઓને પણ માફ કર્યા છે.

13 અને અમને પરીક્ષણમાં ન લાવો, પરંતુ ભૂંડાઈથી અમારો છુટકો કરો,

કેમકે રાજ્ય, પરાક્રમ, તથા મહિમા સર્વકાળ તમારાંં છે. આમીન.’

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો:

    "ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.

    10 તમારું રાજ્ય આવો.

    જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

    11 દિવસની અમારી રોટલી આજ અમને આપો. 12 જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.

    13 અમને પરીક્ષણમાં પડવા ન દો,

    પણ દુષ્ટથી અમારો છુટકારો કરો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.