બીજાઓનો ન્યાય કરવો
1 "કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. 2 કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
3 "શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? 4 તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે? 5 ઓ ઢોંગી સૌ પ્રથમ તારી આંખમાંનો ભારોટિયો દૂર કર! પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.
6 "જે પવિત્ર છે, તે કૂતરાઓને ન આપો, ભૂંડોની આગળ તમારા મોતી ન ફેંકો, જો તમે એમ કરો તો તેઓ તેમને પગ તળે કચડશે, ને ફરીને તમને ફાડીને ટુકડા કરશે.
સાચા અને જૂઠા ઉપદેશકો
15 "જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે. 16 તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે?