સાચા અને જૂઠા ઉપદેશકો
15 "જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે. 16 તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે? 17 તે જ પ્રમાંણે દરેક સારું વૃક્ષ સારા ફળ આપે છે. પણ ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે. 18 સારું વૃક્ષ ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતું તેને કાપી નાંખીને અગ્નિમાં નાંખવામાં આવે છે. 20 તેથી તેમનાં ફળ દ્વારા તમે તેમને ઓળખશો.