Pular para o conteúdo
Publicidade

માથ્થી 7:24-27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ડાહ્યો અને મુખઁ બાંધનાર

24 "એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં છતાં પણ તે પડયું નહિ, કારણ કે તેનો પાયો ખડક પર નાંખેલો હતો. 26 પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, પણ તે પ્રમાણે કરતો નથી, તે એક મૂર્ખ માણસ જેવો છે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, અને પવન ફુંકાયો, અને ઘર પર સપાટા લાગ્યા, ત્યારે તે જમીનદોસ્ત થઈ ગયું!"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.

    26 જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.