Pular para o conteúdo
Publicidade

માથ્થી 7

બીજાઓનો ન્યાય કરવો

1 "કોઈને દોષિત ન ઠરાવો, જેથી કોઈ તમને દોષિત ન ઠરાવે. 2 કેમકે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તમને પણ દોષિત ઠરાવશે; જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.

3 "શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી? 4 તમે તમારા ભાઈને એમ કેમ કહી શકો કે, ‘તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જયારે તારી પોતાની આંખમાં હંમેશા ભારોટિયો છે? 5 ઓ ઢોંગી સૌ પ્રથમ તારી આંખમાંનો ભારોટિયો દૂર કર! પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.

6 "જે પવિત્ર છે, તે કૂતરાઓને ન આપો, ભૂંડોની આગળ તમારા મોતી ન ફેંકો, જો તમે એમ કરો તો તેઓ તેમને પગ તળે કચડશે, ને ફરીને તમને ફાડીને ટુકડા કરશે.

માગો, શોધો, ખટખટાવો

7 "માગો, અને તમને આપવામાં આવશે; શોધો, અને તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે 8 જે કોઈ માગે છે, તેને મળે છે, જે શોધે છે, તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.

9 "તમારામાં એવું કોણ છે, જો તમારો દીકરો રોટલી માગે, તો શું તે તેને પથ્થર આપશે? 10 અથવા જો તે માછલી માગે તો શું તેને બદલે સાપ આપશે? 11 જો તમે દુષ્ટ હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપી જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતાની પાસે જેઓ માગે છે, તેઓને તે કેટલાં સારાં વાનાં આપશે. 12 તેથી દરેક બાબતોમાં, બીજાઓ પાસેથી જેવા વ્યવહારની અપેક્ષા તમે રાખો છો એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. કેમકે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનો સારાંશ એ જ છે.

સાંકડો અને પોહળો માગઁ

13 "સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરો, કેમકે જે નાશમાં પહોંચાડે છે તે રસ્તો પહોળો છે, અને તેનો દરવાજો ચોડો છે, અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. 14 પણ જે દરવાજો નાનો અને રસ્તો સાંકડો છે તે જીવનમાં પોહચાડે છે, અને થોડાકને જ તે મળે છે.

સાચા અને જૂઠા ઉપદેશકો

15 "જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો, તેઓ ઘેટાંના વેશમાં આવે છે, પણ અંદરથી તેઓ વિકરાળ વરુઓ છે. 16 તમે તેઓને તેઓના ફળ પરથી ઓળખશો. શું લોકો કાંટાના ઝાળાંમાંથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર તોડશે? 17 તે જ પ્રમાંણે દરેક સારું વૃક્ષ સારા ફળ આપે છે. પણ ખરાબ વૃક્ષ ખરાબ ફળ આપે છે. 18 સારું વૃક્ષ ખરાબ ફળ આપી શકતું નથી, અને ખરાબ વૃક્ષ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક વૃક્ષ જે સારાં ફળ નથી આપતું તેને કાપી નાંખીને અગ્નિમાં નાંખવામાં આવે છે. 20 તેથી તેમનાં ફળ દ્વારા તમે તેમને ઓળખશો.

સાચા અને જૂઠા શિષ્યો

21 "દરેક જેઓ મને ‘પ્રભુ, પ્રભુ’ કહે છે તેઓ સવઁ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહિ, પણ જેઓ મારા સ્વર્ગમાનાં પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ. 22 તે દિવસે ઘણાં મને કહેશે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારાં નામે અશુધ્ધ આત્માઓને કાઢયાં અને તમારે નામે ઘણાં ચમત્કારો કર્યા નથી? 23 ત્યારે હું તેઓને સાફ કહીશ, ‘મેં તમને કદી ઓળખ્યા નથી, તમે ભૂડું કરનારાઓ! મારી પાસેથી જાઓ!’

ડાહ્યો અને મુખઁ બાંધનાર

24 "એ માટે જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, અને તે પ્રમાણે કરે છે, તે એક ડાહ્યા માણસ જેવો છે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 જયારે રેલ આવી અને પાણીનાં મોજાં ઊછળીને ઘર સાથે અથડાયાં છતાં પણ તે પડયું નહિ, કારણ કે તેનો પાયો ખડક પર નાંખેલો હતો. 26 પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળે છે, પણ તે પ્રમાણે કરતો નથી, તે એક મૂર્ખ માણસ જેવો છે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું; 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, અને પવન ફુંકાયો, અને ઘર પર સપાટા લાગ્યા, ત્યારે તે જમીનદોસ્ત થઈ ગયું!"

28 જયારે ઈસુએ આ વાતો કહેવાનું પુરું કયુંઁ, ત્યારે ટોળું તેમના શિક્ષણથી આશ્ચર્યચકિત થઈ ગયા. 29 કેમકે નિયમશાસ્ત્રના પંડિતોની માફક નહિ, પરંતુ જેની પાસે અધિકાર છે તેની માફક તેઓ શિક્ષણ આપતાં હતા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.