Pular para o conteúdo
Publicidade

માથ્થી 8:5-13

અધિકારીનો વિશ્વાસ

5 જયારે ઈસુ કપરનાહૂમ આવ્યા, ત્યારે એક સૂબેદારે ઈસુ પાસે આવીને મદદ માંગી. 6 તેણે કહ્યું "પ્રભુ, મારો નોકર ઘરમાં લકવાનાં દર્દથી ઘણો પીડાય છે અને પથારીવશ છે."

7 ઈસુએ તેને કહ્યું, "શું હું આવીને તેને સાજો કરું?"

8 પછી અધિકારીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી, પણ શબ્દ કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. 9 કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જાઓ!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવો!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે."

10 ત્યારે ઈસુ તે સાંભળીને નવાઈ પામ્યા, "પાછળ આવતાં લોકોને તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી. 11 હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે, 12 પણ રાજયની પ્રજાને બહાર ફેકી દેવામાં આવશે, અંધકારમાં, જયાં રડવું અને દાંત પીસવું થશે."

13 પછી ઈસુએ અધિકારીને કહ્યું, "જા, જેવો તારો વિશ્વાસ છે તેવું જ તને થાઓ." અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.