Pular para o conteúdo
Publicidade

માથ્થી 18:15-20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મંડળીમાં પાપ પ્રત્યે વ્યવહાર

15 "જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે. 16 પણ જો તેઓ ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈ જા, જેથી દરેક બાબત બે કે ત્રણ સાક્ષીઓથી સ્થાપિત થાય. 17 જો તેમ છતાં તેઓ સાંભળવાની ના પાડે તો તે મંડળીને જણાવ; અને જો તેઓ મંડળીનું પણ ન સાંભળે તો, તેમની સાથે વિદેશી કે દાણીના જેઓ વ્યવહાર કરો.

18 "હું તમને સાચે જ કહું છું કે પૃથ્વી પર તમે જે કંઇ બાંધશો તે સ્વર્ગમાં બંધાશે, અને પૃથ્વી પર તમે જે કંઇ મુક્ત કરશો તે સ્વર્ગમાં મુક્ત કરાશે.

19 "વળી હું તમને કહું છું કે: તમારાંમાંના બે પૃથ્વી પર કોઈ બાબત વિષે સહમત થઈને તેઓ કંઇ માંગશે, તો તે મારા સ્વર્ગમાંના પિતા તેમના માટે કરશે. 20 કારણ કે જયાં મારા નામે બે કે ત્રણ એકત્ર થયા હોય, ત્યાં હું તેઓની સાથે છું."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.

    17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.

    18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19 વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.