પિતરે કરેલો ઈસુનો નકાર
69 હવે પિતર આંગણાંમાં બહાર બેઠો હતો, એક દાસી તેની પાસે આવી, તેણે પિતરને કહ્યું, "તું પણ ગાલીલના ઈસુની સાથે હતો ને?"
70 તેણે સહુની આગળ નકાર કયોઁ: તેણે કહ્યું "તું શું કહે છે તે હું જાણતો નથી."
72 તેણે સમ ખાયને ફરીથી નકાર કયોઁ, "એ માણસને હું ઓળખતો નથી."
74 ત્યારે તે શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, તેણે કહ્યું, "હું તે માણસને ઓળખતો નથી!"
અને તરત જ મરઘો બોલ્યો. 75 પછી ઈસુએ પિતરને કહેલી વાત યાદ આવ્યું, "મરઘો બોલ્યા પહેલાં તું ત્રણ વાર મારો નકાર કરીશ." પછી તે બહાર જઈને બહુ રડયો.