ઈસુ માંદાને સાજા કરે છે
23 ઈસુ સમગ્ર ગાલીલ પ્રદેશમાં ગયા, યહૂદી સભાસ્થાનોમાં શિક્ષણ આપતાં, સ્વર્ગના રાજ્યનો શુભસંદેશ આપતાં, અને લોકોમાં દરેક પ્રકારની બિમારી અને રોગ મટાડતા. 24 તેમના વિશેનાં સમાચાર આખા સિરીયામા ફેલાયા, લોકો બિમાર માણસોને, તમામ પ્રકારના રોગથી પીડાતાંઓને, અશુધ્ધ આત્મા વળગેલાંઓને, હિસ્ટીરીયા, અને લકવાનાં રોગીઓને ત્યાં લાવવામાં આવ્યા ને તેમણે તેઓને સાજાં કર્યાં.