23 "એ માટે, જો તું તારું અર્પણ વેદી આગળ લાવે ત્યાં તને યાદ આવે કે તમારાં ભાઈ તથા બહેનને તમારી વિરુદ્ધ કાંઈ છે, 24 તો તારું અર્પણ ત્યાં જ વેદી આગળ રહેવા દે, પહેલાં જઈને તેની સાથે સમાધાન કર, પછી આવીને તારું અર્પણ ચઢાવ.
37 તમારું બોલવું તે હા કે ના હોય, તે કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાઈ માંથી આવે છે.
44 પણ હું તમને કહું છું કે તમારાં દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમારી સતાવણી કરે છે તેઓના માટે પ્રાર્થના કરો;