Pular para o conteúdo
Publicidade

માથ્થી 6:19-24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

સ્વગઁમાં ઘનદોલત

19 "પૃથ્વી પર તમારે સારું ધનદોલતનો સંગ્રહ ના કરો, જયાં ઉધઈ અને કાટ નાશ કરે છે, અને જયાં ચોરો તોડીને ચોરી જાય છે 20 પરંતુ તમે પોતાને સારું સ્વર્ગમાં ધનદોલતનો સંગ્રહ કરો, જયાં કીડા અને કાટ નાશ કરતા નથી, અને જયાં ચોરો તોડીને ચોરી જતો નથી 21 કારણ કે જયાં તમારું ધન છે, ત્યાં તમારું ચિત પણ હશે.

22 "શરીરનો દીવો આંખ છે. જો તમારી આંખ નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરપૂર થશે. 23 પણ જો તમારી આંખ નિમઁળ નથી, તો તમારું આખું શરીર ઘોર અંધકારમાં છે. માટે જો તમારામાં જે પ્રકાશ છે તે જો અંધકાર હોય, તો તે અંધકાર કેટલો મોટો હશે!

24 "કોઈ પણ બે માલિકની સેવા કરી શકે નહિ. અથવા તો તમે એકને ધિક્કારશો અને બીજાને પ્રેમ કરશો, અથવા તમે એકને સમપિઁત રહેશો અને બીજાને ધિક્કારશો. તમે ઈશ્વર અને સંપત્તિ બંનેની સેવા કરી શકતા નથી."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

    22 શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!

    24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.