માથ્થીનું તેડું
9 જયારે ઈસુ ત્યાંથી જતા, તેમણે માથ્થી નામે એક માણસને જકાતનાકાએ બેઠેલો જોયો. તેમણે કહ્યું, "મારી પાછળ આવ." માથ્થી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
10 જયારે ઈસુ માથ્થીના ઘરમાં રાત્રીભોજન કરી રહ્યા હતા, ત્યારે ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપીઓ આવીને તેમની તથા તેમના શિષ્યો સાથે જમ્યાં. 11 જયારે ફરોશીઓએ આ જોઈને તેઓએ તેમના શિષ્યોને કહ્યું, "તમારાં ગુરુ કર ઉઘરાવનારાઓ તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?"
12 આ સાંભળીને ઈસુએ કહ્યું, "જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી પણ માંદાને છે. 13 પણ જઈને શીખો કે તેનો અથઁ શો છે? ‘હું દયા ચાહુ છું બલિદાન નહિ.’ કેમકે હું ન્યાયીઓને નહિ પણ પાપીઓને બોલાવવા આવ્યો છું."