Pular para o conteúdo
Publicidade

લૂક 10:30-37

30 ઈસુએ જવાબ આપતાં કહ્યું. "એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો, જયારે લુંટારાઓએ તેના પર હુમલો કયોઁ, તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધા, તેને માર્યો અને તેને અધમૂઓ કરીને નાસી ગયા. 31 સંજોગોવશાત એક યાજક ત્યાં થઈને જતો હતો. જયારે તેણે પેલા માણસને જોઇને બીજી બાજુએ થઇને ચાલ્યો ગયો. 32 એક લેવી પણ તે જગ્યાએ આવ્યો અને તેને જોઇને બીજી બાજુએ ચાલ્યો ગયો. 33 પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. 34 તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’

36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."

37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."

ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.