માર્થા અને મરિયમના ઘરે
38 ઈસુ અને તેમના શિષ્યો તેમના માગેઁ જતા હતા, તેઓ એક ગામમાં આવી પહોંચ્યા, ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ પોતાનું ઘર તેમના માટે ઉઘાડું રાખ્યું હતું. 39 તેને મરિયમ નામે એક બહેન હતી, ઈસુના ચરણો આગળ બેસીને તેઓ જે કહેતા તે સાંભળતી હતી. 40 પણ તમામ તૈયારીઓ કરવાની હોવાથી માર્થા ગભરાય ગઇ હતી, તેણે તેમની પાસે આવીને પૂછયું, "પ્રભુ, મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે તેની શું તમને ચિંતા નથી તેને કહો કે તે મને મદદ કરે."
41 પ્રભુએ જવાબ આપ્યો, "માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરીને ગભરાય છે 42 પણ થોડી બાબતો જરૂરી છે, એક જ બાબત અને મરિયમે જે સારું તે પસંદ કયુઁ છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ."