9 "માટે હું તમને કહું છું: માંગો અને તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, અને તમારે માટે દરવાજો ખોલવામાં આવશે 10 જે માગે છે તે દરેકને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ખટખટાવે છે, તેને માટે દરવાજો ખોલવામાં આવશે.
11 "તમારામાંનો કયો પિતા, જો તમારો દીકરો તમારી પાસે રોટલી માગે, તો શું તમે તેને પથ્થર આપશો? જો તમારો દીકરો માછલી માગે તો શું તેને બદલે સાપ આપશો? 12 અથવા જો તે ઈંડુ માગે તો શું તમે વીંછી આપશો? 13 જો તમે પાપી હોવા છતાં તમારાંં બાળકોને સારી ભેટ આપવાનું જાણો છો, તો સ્વર્ગમાંના તમારાં પિતા, જેઓ તેમની પાસે માગે છે, તેઓને પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ છે?"