ચિંતા ન કરો
22 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, "તેથી, હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો, તમે શું ખાશો; અથવા તમારા શરીરને માટે કે તમે શું પહેરશો. 23 કેમકે ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે છે. 24 કાગડાઓનો વિચાર કરો: તેઓ વાવતાં કે લણતા નથી, વળી તેમની પાસે વખાર કે કોઠારો નથી; તોપણ ઈશ્વર તેમને ખવડાવે છે. અને તમે તો પક્ષીઓ કરતાં કેટલાં અધિક મૂલ્યવાન છો. 25 ચિંતા કરવાથી તમારાંમાંથી કોણ તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે? 26 આટલી નાની બાબત પણ તમે નથી કરી શકતા, તો પછી બાકીનાં વિશે ચિંતા શા માટે કરો છો?
27 "જંગલી ફૂલોનો વિચાર કરો કે તેવો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો. 28 ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે અગ્નિમાં ફેંકાય છે, ઈશ્વર તેમને એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ તમને કેટલું વિશેષ પહેરાવશે, 29 અને તમે શું ખાશો કે શું પીશો તે પર તમારું મન ન લગાડો; તેના વિશે ચિંતા ન કરો. 30 કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને તમારા પિતા જાણે છે કે તમને તેની જરૂર છે. 31 પણ તેનું રાજ્ય શોધો અને આ સઘળાં વાનાં તમને આપવામાં આવશે.
32 "ઓ નાની ટોળી, બીશ નહિ, કારણ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. 33 તમારી મિલ્કત વેચીને ગરીબોને આપો, જીણઁ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્વવ્ય પોતાને સારું મેળવો કે જે નિષ્ફળ નહિ જાય, જયાં કોઈ ચોર આવતો નથી અને કોઇ કીડા તેનો નાશ કરતા નથી. 34 કેમકે જયાં તમારું દ્રવ્ય છે, ત્યાં તમારું ચિત હશે."