Pular para o conteúdo
Publicidade

લૂક 13:10-17

ઈસુ વિશ્રામવારે અપંગ સ્ત્રીને સાજી કરે છે

10 ઈસુએ સાબ્બાથવારે એક સભાસ્થાનમાં શીખવતા હતા. 11 અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી. 12 જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," 13 પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.

14 ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, "કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ."

15 પ્રભુએ તેમને જવાબ આપ્યો, "તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા? 16 તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?"

17 જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના બધા વિરોધીઓ શરમિંદા થયા. પણ તેમણે જે અદભુત કૃત્ય કયાઁ તેનાથી બધા લોકો ખુશ થઈ ગયા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.