Pular para o conteúdo
Publicidade

લૂક 13:12-16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," 13 પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.

14 ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, "કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ."

15 પ્રભુએ તેમને જવાબ આપ્યો, "તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા? 16 તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’" 13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી. 14 પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’"

    15 પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? 16 આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.