7 જયારે તેમણે જોયું કે ટેબલ પર મહેમાનો મુખ્ય આસને બેસવાનું પસંદ કરતા હતા, તેમણે તેમને આ દ્રષ્ટાંત કહ્યું: 8 "જયારે કોઇ તમને લગ્નજમણમાં નોતરે તો, મુખ્ય આસન પસંદ ન કરો, રખેને તમારાં કરતાં વધુ માનવંત વ્યકિત તેણે નોતરેલો હોય, 9 તેથી જો, એ યજમાન જેણે તમને બંનેને નોતર્યા હોય તે આવીને તમને કહે, ‘તમારી બેઠક આ વ્યકિતને આપ,’ ત્યારે શરમિંદા બનીને તારે નીચેનાં આસન પર બેસવું પડશે. 10 પણ જયારે તને નોતરવામાં આવે, ત્યારે સૌથી નીચેની જગ્યા લે, જેથી તમારો યજમાન આવે ને તે તને કહે, ‘મિત્ર, ઉઠ ને સારી જગ્યાએ બેસ,’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા અન્ય મહેમાનોની હાજરીમાં તને માન મળશે.
Publicidade
લૂક 14:7-10
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
7 ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, 8 ‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. 9 જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
10 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.