Pular para o conteúdo
Publicidade

લૂક 15:11-24

ખોવાયેલો પુત્રનું દ્રષ્ટાંત

11 ઈસુએ આગળ બીજું કહ્યું, "એક માણસ હતો જેને બે પુત્રો હતા. 12 નાનાં પુત્રએ તેના પિતાને કહ્યું, ‘પિતાજી, મિલ્કતમાંથી મારો હિસ્સો મને આપી દો.’ તેથી તેણે પોતાની મિલ્કત તેઓને વહેંચી આપી.

13 "થોડા જ સમય પછી, નાનો પુત્ર તેની પાસે જે હતું તે ભેગું કરી દૂર દેશમાં જતો રહ્યો, અને ત્યાં તેણે જંગલી જીવનમાં તેની સંપતિ વેડફી મારી. 14 તેણે બધું ખરચી નાખ્યા પછી, તે દેશમાં ભારે દુકાળ પડયો, અને તેને જરુર પડવા લાગી. 15 તેથી તે ગયો ને પોતાને તે દેશના એક નાગરીક પાસે નોકરીએ રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરાવવા સારું મોકલ્યો. 16 ભૂંડો જે શિંગો ખાતાં હતાં તે ખાવાની તેને ઇચ્છા થઈ. પણ કોઈએ તેને કશું આપ્યું નહિ.

17 "જયારે તે પોતે ભાનમાં, આવ્યો ત્યારે તે બોલ્યો: ‘મારા પિતાએ રાખેલા કેટલાં બધા નોકરો પાસે ખોરાક છે, અને હું અહીં મરવા પડયો છું! 18 તેથી હું મારા પિતા પાસે પાછો જઈશ અને કહીશ કે: પિતાજી! મેં આકાશ વિરુધ્ધ, અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 19 હવે હું તમારો પુત્ર કહેવાને લાયક નથી. તમારાં મજૂરોમાનાં એકના જેવો મને ગણજો.’ 20 તે ઊઢીને તેના પિતા પાસે ગયો.

"હજુ તો તે ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો. ને તેને તેના પર દયા આવી. ને તે તેના દિકરા તરફ દોડયો, અને તેના હાથ તેની આસપાસ ફેલાવ્યા. અને તેને ચુંબન કર્યુ.

21 "પુત્ર બોલ્યો, ‘પિતાજી! મેં આકાશની વિરુદ્ધ અને તમારી વિરુધ્ધ પાપ કર્યું છે, હવે હું તમારો પુત્ર ગણાવાને પણ લાયક રહ્યો નથી.’

22 "પણ પિતાએ તેના નોકરોને કહ્યું, ‘જલ્દીથી, સારામાં સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો, તેની આંગળીએ વીંટી પહેરાવો, ને તેના પગમાં ચંપલ પહેરાવો; 23 પાળેલાં વાછરડાંને લાવીને તેને કાપો, આવો આપણે મિજબાની કરી ઉજવીએ. 24 કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો તે ફરીથી સજીવન થયો છે; એ ખોવાઈ ગયો હતો અને પાછો મળી આવ્યો છે.’ અને તેમણે ઉજવણી શરુ કરી.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.