25 "તે દરમિયાન મોટો પુત્ર ખેતરમાં હતો. જયારે તે ઘરની નજીક આવ્યો. તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. 26 તેથી તેણે એક નોકરને બોલાવીને પૂછયું, ‘આ બધું શું ચાલી રહ્યું છે?’ 27 તેણે જવાબ આપ્યો, ‘કે તારો ભાઈ પાછો આવ્યો છે, અને તારા પિતાએ પાળેલાં વાછરડાંને કપાવ્યો છે કારણ કે તે સહીસલામત પાછો આવ્યો છે.’
28 "મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો, અને અંદર જવા ઈન્કાર કર્યો. તેથી તેના પિતા બહાર ગયા અને તેને વિનંતી કરી. 29 પણ તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ! આટલા બધા વર્ષોથી હું તમારા માટે ચાકરી કરી રહ્યો છું, અને તમારી કોઈ આજ્ઞા મેં કદી ઉથાપી નથી; તેમ છતાં તમે મને મારા મિત્રોની સાથે મિજબાની કરવા લવારું સરખું આપ્યું નથી. 30 પણ જયારે, તમારાં આ દીકરાએ તમારી આપેલી મિલ્કતને વેશ્યાઓ પાછળ વેડફી નાંખીને ઘરે આવે છે, તો તમે તેને માટે પાળેલો વાછરડો કાપી નાખ્યો!’
31 "પિતાએ તેને કહ્યું, ‘મારા દિકરા!’ તું હંમેશા મારી સાથે જ છે. ‘અને મારું જે છે, તે સર્વ તારું જ છે. 32 પણ આપણે ઉજવણી કરીને આનંદ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ જે મરી ગયો હતો, ને તે સજીવન થયો છે; તે ખોવાઈ ગયો હતો ને તે પાછો મળ્યો છે.’ "