ચાલાક કારભારીનું દ્રષ્ટાંત
1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: "એક શ્રીમંત માણસ હતો, જેનાં કારભારી પર તહોમત મુકવામાં આવ્યું હતું કે તે તેની મિલ્કત ઉડાવી દે છે. 2 તેથી તેમણે તેને બોલાવીને કહ્યું: ‘તારે વિશે જે હું સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ કેમકે હવેથી તું કારભારી રહી શકશે નહિ.’
3 "કારભારીએ મનમાં કહ્યું કે, ‘હવે હું શું કરું? મારો માલીક મારી નોકરી લઇ છે, વળી મારામાં ખોદવાની શકિત નથી અને ભીખ માંગતા મને શરમ લાગે છે. 4 જયારે હું મારી નોકરી ગુમાવું ત્યારે લોકો પોતાના ઘરમાં મારો આવકાર કરે માટે મારે શું કરવું તેની મને ખબર છે.’
5 "તેથી તેણે તેના માલીકનાં દરેક દેણદારોને બોલાવ્યાં, અને તેણે પ્રથમને પૂછયું, ‘મારા ધણીનું તારે કેટલું દેવું છે?’
6 " ‘તેણે જવાબ આપ્યો, નવસો પીપ જૈતુન તેલ.’
"કારભારીએ તેને કહ્યું, ‘તારું ખાતુ લે, જલ્દીથી બેસીને ચારસો પચાસ લખ.’
7 "પછી તેણે બીજાને પૂછયું, ‘તારું કેટલું દેવું છે?’
" ‘તેણે જવાબ આપ્યો, એક હજાર ગુણ ઘઉં.’
"તેણે તેને પણ કહ્યું, ‘તારું ખાતુ લે ને આઠસો ગુણ ઘઉં લખ.’
8 "માલીકે અપ્રમાણીક કારભારીને આજ્ઞા કરી, કેમકે તે ચાલાકીથી વત્યોઁ હતો. કેમકે આ જગતના લોકો અજવાળાના લોકો કરતા વ્યવહારમાં હોશિયાર હોય છે! 9 હું તમને કહું છું કે દુન્યવી દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો, જેથી તે થઈ રહે, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો આવકાર કરવામાં આવે.
10 "જે કોઇ, ખૂબ થોડામાં વિશ્વાસુ છે, તેઓ ઘણાંમાં પણ વિશ્વાસુ હોવાના; અને જે કોઇ બહું થોડાંમાં અપ્રામાણિક છે, તેઓ ઘણાંમાં પણ અપ્રમાણીક હોવાના. 11 તેથી જો તમે જગિક સંપત્તિ સંબંધી વિશ્વાસુ થયા નહિ તો સાચા દ્રવ્ય સંબંઘી તમારી પર કોણ ભરોસો કરશે? 12 અને જો તમે પરાઈ સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો, તો જે તમારી પોતાની સંપત્તિ છે તે તમને કોણ સોંપશે?
13 "કોઈ પણ બે માલિકની સેવા કરી શકે નહિ. તમે એકને ધિક્કારશો અને બીજાને પ્રેમ કરશો, અથવા તમે એકને સમપિઁત રહેશો અને બીજાને ધિક્કારશો. તમે ઈશ્વર અને સંપત્તિ બંનેની સેવા કરી શકતા નથી."