Pular para o conteúdo
Publicidade

લૂક 17:12-19

12 જયારે તે એક ગામમાંથી જતાં હતા, ત્યારે દસ માણસો જેમને રકતપિત થયો હતો, તેમને મળ્યાં, તેઓ દૂર ઊભા રહ્યા. 13 અને મોટે અવાજે બૂમ પાડી, "ઓ ઈસુ, માલીક, અમારા પર દયા કરો!"

14 જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, "જાઓ, પોતાને યાજકોને બતાવો." અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.

15 તેઓમાંનો એક, પોતે સાજો થઈ ગયો છે, એ જોઈને મોટે સાદે ઈશ્વરની સ્તુતિ કરતો ઈસુ પાસે પાછો આવ્યો. 16 તે ઈસુની આગળ પડી ગયો અને તેમનો આભાર માન્યો, અને તે સમરૂની હતો.

17 ઈસુએ પૂછયું, "શું સવઁ દશેયને શુધ્ધ કરવામાં આવ્યા ન હતા? તો બીજા નવ કયાં છે? 18 ઈશ્વરને મહિમા આપવાં શું આ એક પરદેશી સિવાય કોઇ જ પાછો ન આવ્યો?" 19 પછી તેમણે તેને કહ્યું, "ઊઠ અને જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.