28 "લોતનાં દિવસોમાં પણ એવું જ હતું, તેઓ ખાતાં-પીતાં હતા, ખરીદતા અને વેચતા, રોપતા અને બાંધતા હતા. 29 પણ જે દિવસે લોતે સદોમ છોડયું તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને બધાંનો વિનાશ થયો.
30 "માણસનો દીકરો પ્રગટ થશે, ત્યારે પણ એમ જ બનશે. 31 એ દિવસે જેઓ ઘરનાં ધાબા પર હોય, તેઓએ સામાન લેવાં નીચે ઊતરવું નહિ, તેવીજ રીતે, જેઓ ખેતરમાં હોય, તેઓએ કશાં માટે પાછા જવું નહિ. 32 લોતની સ્ત્રીને યાદ કરો! 33 જે પોતાનો જીવ બચાવવાં પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે, અને જે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે.