3 તેથી સાવધ રહો.
"જો તારો ભાઈ કે બહેન તારી વિરુદ્ધ પાપ કરે, તો તેમને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. 4 એ કદાચ દિવસમાં સાત વાર તારો અપરાધ કરે, અને સાતેય વાર ‘પસ્તાવો કરી તારી માફી માગે,’ તો તેને માફ કર."
5 પ્રેષિતોએ પ્રભુને કહ્યું, "અમારો વિશ્વાસ વધારો."
6 તેમણે જવાબ આપ્યો, "જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેવો નાનો હોય, તો તમે આ શેતૂરના ઝાડને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા!’ તો તે તમારું માનશે.