Pular para o conteúdo
Publicidade

લૂક 18:18,22-27

ધનવાન અને ઈશ્વરનું રાજ્ય

18 એક અધિકારીએ તેમને પૂછયું, "ઉત્તમ ગુરુજી! અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"

22 જયારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેમણે તેને કહ્યું "હજું પણ તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે સર્વ છે તે વેચીને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."

23 જ્યારે તેણે આ સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થયો, કારણ તે બહુ ધનવાન હતો. 24 ઈસુએ તેની તરફ જોઈને કહ્યું, "ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે! 25 ખરેખર, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."

26 જેઓએ આ સાંભળ્યું તેઓએ પૂછયું કે, "તો કોણ તારણ પામી શકે?"

27 ઈસુએ જવાબ આપ્યો, "માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.