41 ઈસુ યરુશાલેમની નજીક આવ્યા ત્યારે શહેરને જોઈને તેના માટે રડી પડયાં. 42 અને કહ્યું, "જો તે પણ, શાંતિને લગતા જે વાનાં છે તે આજે જાણ્યાં હોત તો કેવું, પણ હમણાં તે તારી આંખોથી ગુપ્ત રખાયેલ છે. 43 તારાં ઉપર એવા દિવસો આવશે કે જયારે તારા દુશ્મનો તારી સામે પાડ બાંધશે અને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકડાવશે. 44 તને તથા તારી ભાગોળોમાં વસતાં સંતાનોને તેઓ પછાડી નાંખશે. તેઓ એક પથ્થર પર બીજો પથ્થર પર રહેવા દેશે નહિ. કારણ કે ઈશ્વરના પાસે આવવાના સમયને તે જાણ્યો નહિ."
Publicidade
લૂક 19:41-44
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
41 ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે, 42 ‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.
43 કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે. 44 તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.