Pular para o conteúdo
Publicidade

લૂક 2:1-20

ઈસુનો જન્મ

1 એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે. 2 આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો. 3 અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.

4 તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. 5 તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી. 6 જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો. 7 તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.

8 અને ત્યાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. 9 પ્રભુનો એક દૂત તેઓને દેખાયો અને પ્રભુનો મહિમા તેઓની આસપાસ પ્રકાશ્યો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. 10 પણ દૂતે તેઓને કહ્યું, "બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે: 11 આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે. 12 તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે."

13 એકાએક દૂતની સાથે આકાશી સૈન્યનો મોટો સમુદાય દેખાયો, તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા:

14 "પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ;

અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ."

15 જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, "ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે."

16 તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો. 17 જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ. 18 ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં. 19 પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી. 20 ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ સાંભળ્યું અને જોયું તેને લીધે ઇશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.