Pular para o conteúdo
Publicidade

લૂક 2:1-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુનો જન્મ

1 એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે. 2 આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો. 3 અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.

4 તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. 5 તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. 2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી. 3 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.

    4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.