Pular para o conteúdo
Publicidade

લૂક 2:22,25,27,36-38

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈસુને મંદિરમાં રજૂ કરાયા

22 જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં.

25 હવે ત્યાં શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી અને ધામિઁક હતો. ઇઝરાયેલનાં દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. 27 પવિત્ર આત્માથી પ્રેરાઇને તે મંદિરનાં આંગણાંમાં ગયો. જયારે બાળક ઈસુનાં સંબંઘમા નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા સારું તેના માબાપ ત્યાં લાવ્યાં,

36 હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી. 37 અને પછી તે ચોર્યાસી વર્ષ સુધી વિધવા હતી. તેણે કદી મંદિર છોડયું નહિ, પણ રાતદહાડો પ્રાર્થના તથા ઉપવાસસહિત ભજન કર્યા કરતી. 38 તે સમયે તે ત્યાં આવી અને તેણે ઈશ્વરની સ્તુતિ કરીને યરુશાલેમનાં ઉધ્ધારની વાટ જોનાર સર્વને બાળક વિશે કહેવા લાગી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા,

    25 ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો.

    27 તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા.

    36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37 તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી. 38 તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.