ઈસુને મંદિરમાં રજૂ કરાયા
22 જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં. 23 જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે દરેક પ્રથમજનિત નર પ્રભુને સારુ પવિત્ર થાય. 24 અને પ્રભુના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાં નું બલિદાન આપવું.