Pular para o conteúdo
Publicidade

લૂક 2:41-52

છોકરો ઈસુ મંદિરમાં

41 ઈસુનાં માબાપ દર વર્ષે પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં. 42 જયારે તે બાર વર્ષનાં થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ગયા. 43 પર્વની ઉજવણી પૂરી થઇ પછી, જયારે તેમના માતાપિતા ઘરે પાછાં વળતા, છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહી ગયો પણ તેઓ તેનાથી અજાણ હતા. 44 તેમણે વિચાયુઁ કે તે સંઘમાં હશે, તેઓએ એક દિવસનો મુસાફરી કરી, પછી તેઓએ સગાવહાલાંઓમાં તથા મિત્રોમાં તેમની શોધ કરી, 45 જયારે તે તેઓને મળ્યો નહિ, ત્યારે તેઓ તેમને શોધવાં યરુશાલેમ પાછાં ગયાં. 46 ત્રણ દિવસ પછી તેઓને તેમને મંદિરનાં આંગણાંમાં ગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા અને તેમને પ્રશ્નો પૂછતાં જોયા. 47 જેઓએ તેમને સાંભળ્યું તેઓ તેમની સમજણ અને તેમના જવાબોથી આશ્ચયઁચકિત થઈ ગયા. 48 જયારે તેમના માબાપે તેમને જોયા તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમની માએ તેમને કહ્યું, "દીકરા! અમારી સાથે તેં આવું વર્તન શા માટે કર્યું? તારા પિતા અને હું ચિંતિત થઇને તારી શોધ કરી!"

49 તેમણે કહ્યું, "તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાનાં ઘરે હોવું જોઈએ?" 50 પણ તે શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યાં નહિ.

51 પછી તે તેઓની સાથે નાઝરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો તેના મનમાં રાખી. 52 અને ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.