8 અને ત્યાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. 9 પ્રભુનો એક દૂત તેઓને દેખાયો અને પ્રભુનો મહિમા તેઓની આસપાસ પ્રકાશ્યો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા. 10 પણ દૂતે તેઓને કહ્યું, "બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે: 11 આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે. 12 તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે."
13 એકાએક દૂતની સાથે આકાશી સૈન્યનો મોટો સમુદાય દેખાયો, તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા:
14 "પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ;
અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ."
15 જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, "ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે."
16 તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો. 17 જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ. 18 ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં. 19 પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી. 20 ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ સાંભળ્યું અને જોયું તેને લીધે ઇશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.