14 જયારે સમય આવ્યો, ત્યારે ઈસુ અને તેમના પ્રેષિતો મેજ પર બેઠાં હતા. 15 અને તેમણે તેઓને કહ્યું, "મારા સહન કરવા પહેલાં તમારી સાથે આ પાસ્ખાભોજન લેવાની મારી ઘણી ઈચ્છા હતી. 16 કેમકે હું તમને કહું છું કે ઈશ્વરના રાજ્યમાં તે પુરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી."
17 પ્યાલો લીધા પછી, તેમણે આભાર માનીને કહ્યું, "આ લો અને માહોમાંહે વહેંચો. 18 હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય ન આવે, ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષારસ પીનાર નથી."
19 અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, "આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો."
20 તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, "આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.