31 "સિમોન, સિમોન! શેતાન તમને બધાને ઘઉંની પેઠે ચાળવા માગ્યા. 32 પણ મેં, તારે માટે પ્રાર્થના કરી છે કે તું તારા વિશ્વાસમાંથી ડગી ન જાય, અને જયારે તું પાછો ફરે, ત્યારે તારા ભાઈઓને તું વિશ્વાસમાં સ્થિર કરજે."
33 પણ તેણે ઉત્તર આપ્યો, "પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું!"
34 ઈસુએ જવાબ આપ્યો, "પિતર, હું તને કહું છું કે, આજે સવારે મરઘો બોલે તે પહેલાં, હું તેમને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરીશ."
પિતર ઈસુનો નકાર કરે છે
54 પછી તેઓએ તેમને પકડી લીધા ને તેમને પ્રમુખ યાજકના નિવાસસ્થાને લઈ ગયા. પિતર થોડે દૂર રહીને પાછળ ગયો. 55 અને જયારે તેઓ આંગણાની વચ્યે તાપણું સળગાવીને તેઓ સાથે બેઠાં હતા, અને ત્યારે પિતર તેઓની સાથે બેઠો. 56 તાપણાના અજવાળામાં એક દાસીએ તેને બેઠેલો જોયો, તેની સામે નજીકથી જોઈને કહ્યું, "આ માણસ તેની સાથે હતો!"
57 પણ તેણે નકાર કરીને કહ્યું, "બાઈ, હું તેમને ઓળખતો નથી!"
58 થોડીવાર પછી બીજા કોઇએ તેને જોઈને કહ્યું, "તું પણ તેઓમાંનો એક છે!"
પિતરે જવાબ આપ્યો, "ના, ભાઈ! હું નથી."
59 એકાદ કલાક પછી બીજા એકે ખાતરીપૂવઁક કહ્યું, "ખરેખર આ માણસ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે."
60 પણ પિતરે જવાબ આપ્યો અને કહ્યું, "ભાઈ, તમે કોના વિશે વાત કરો છો તે હું જાણતો નથી!" તે બોલતો હતો એટલામાં જ મરઘો બોલ્યો. 61 ઈસુએ પાછળ ફરીને પિતરની સામું જોયું. ત્યારે પિતરને પ્રભુએ તેને કહેલા શબ્દો યાદ આવ્યા: "આજે મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ."