ઈસુ જૈતુન પહાડ પર પ્રાથઁના કરે છે
39 ઈસુ હંમેશની જેમ જૈતુન પહાડ પર ગયા, અને તેમના શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40 તે જગ્યાએ પહોચ્યા પછી તેમણે તેમને કહ્યું, "પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવી પડો." 41 પછી પથ્થર ફેંકી શકાય એટલા અંતરે તે તેઓથી દૂર ગયા અને તેમણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી: 42 "હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાંથી દૂર કરો; તોપણ, મારી ઇચ્છા નહિ પણ તમારી પૂર્ણ થાઓ." 43 આકાશમાંથી એક દૂત તેમને દેખાયો અને તેમને બળ આપ્યું. 44 અતિ ભારે કષ્ટ સાથે તેમણે વધારે આગ્રહથી પ્રાર્થના કરી. અને તેમનો પસીનો રકતના ટીંપાની જેમ જમીન પર પડતો હતો.
45 પ્રાથઁના કરીને તેઓ ઊઠીને શિષ્યોની પાસે પાછા ગયા, તેમણે તેઓને દુઃખને લીધે ઊંઘતા જોયા. 46 તેમણે તેઓને પૂછયું, "તમે કેમ ઊંઘો છો? ઊઠો! ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો."