Pular para o conteúdo
Publicidade

લૂક 22:54-62

પિતર ઈસુનો નકાર કરે છે

54 પછી તેઓએ તેમને પકડી લીધા ને તેમને પ્રમુખ યાજકના નિવાસસ્થાને લઈ ગયા. પિતર થોડે દૂર રહીને પાછળ ગયો. 55 અને જયારે તેઓ આંગણાની વચ્યે તાપણું સળગાવીને તેઓ સાથે બેઠાં હતા, અને ત્યારે પિતર તેઓની સાથે બેઠો. 56 તાપણાના અજવાળામાં એક દાસીએ તેને બેઠેલો જોયો, તેની સામે નજીકથી જોઈને કહ્યું, "આ માણસ તેની સાથે હતો!"

57 પણ તેણે નકાર કરીને કહ્યું, "બાઈ, હું તેમને ઓળખતો નથી!"

58 થોડીવાર પછી બીજા કોઇએ તેને જોઈને કહ્યું, "તું પણ તેઓમાંનો એક છે!"

પિતરે જવાબ આપ્યો, "ના, ભાઈ! હું નથી."

59 એકાદ કલાક પછી બીજા એકે ખાતરીપૂવઁક કહ્યું, "ખરેખર આ માણસ તેની સાથે હતો, કેમકે તે ગાલીલનો છે."

60 પણ પિતરે જવાબ આપ્યો અને કહ્યું, "ભાઈ, તમે કોના વિશે વાત કરો છો તે હું જાણતો નથી!" તે બોલતો હતો એટલામાં જ મરઘો બોલ્યો. 61 ઈસુએ પાછળ ફરીને પિતરની સામું જોયું. ત્યારે પિતરને પ્રભુએ તેને કહેલા શબ્દો યાદ આવ્યા: "આજે મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ." 62 અને તે બહાર જઈને ખૂબ રડયો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.