છેલ્લું ભોજન
7 હવે બેખમીર રોટલીનો દિવસ આવી પહોંચ્યો, કે જયારે પાસ્ખાપવઁના ઘેટાનું નું બલિદાન કરવાનું હતું. 8 ઈસુએ પિતર અને યોહાનને કહીને મોકલ્યા કે, "જઈને પાસ્ખાભોજનની તૈયારી કરે."
14 જયારે સમય આવ્યો, ત્યારે ઈસુ અને તેમના પ્રેષિતો મેજ પર બેઠાં હતા. 15 અને તેમણે તેઓને કહ્યું, "મારા સહન કરવા પહેલાં તમારી સાથે આ પાસ્ખાભોજન લેવાની મારી ઘણી ઈચ્છા હતી.
19 અને તેમણે રોટલી લીધી, અને આભાર માનીને તે ભાંગી અને તેઓને આપીને કહ્યું, "આ મારું શરીર છે, જે તમારાં માટે આપવામાં આવેલું છે. મારી યાદગીરીમાં આ કરો."
20 તે જ રીતે જમી રહ્યા પછી તેમણે પ્યાલો લઇને કહ્યું, "આ પ્યાલો, મારા રકતમાંનો નવો કરાર છે, જે તમારે સારું વહેવડાવેલું છે.