Pular para o conteúdo
Publicidade

લૂક 23:13-25

13 પછી પિલાતે મુખ્ય યાજકો, અધિકારીઓ તેમજ લોકોને એકઠા કરીને બોલાવ્યાં. 14 અને તેઓને કહ્યું, "આ માણસને તમે મારી પાસે લાવ્યા છો જે લોકોને બળવો કરવા ઉશ્કેરતા હતા. મેં તમારી હાજરીમાં તેમની તપાસ કરી છે, અને તેમના પરના તમારા આરોપો માટે મને કોઇ આધાર મળ્યો નથી. 15 હેરોદને પણ નહિ, માટે તેમને અમારી પાસે પાછા મોકલ્યા છે. તમે જુઓ છો તેમ મરણદંડને યોગ્ય તેમણે કંઇ કયુઁ નથી. 16 તેથી હું તેમને સજા કરીને છોડી દઇશ." 17 હવે પર્વ સમયે લોકોને માટે એક કેદીને છોડી દેવાનો રિવાજ હતો.23:17 ઘણાં ઓળીયામાં આ કલમ નથી

18 પણ આખા ટોળાએ બૂમો પાડવા લાગ્યા કે, "આ માણસને લઇ જાવ અને અમારા માટે બારાબાસને છોડી મૂકો!" 19 (શહેરમાં દંગો કરાવવાનાં કારણે અને ખૂન કરવાના ગુનાને લીધે બારાબાસને જેલમાં પૂરવામાં આવ્યો હતો.)

20 પિલાત ઈસુને છોડવા ઈચ્છતો હતો તેથી લોકોને ફરીથી વિનંતી કરી, 21 પણ તેઓ વધૂ બૂમો પાડતા રહ્યા, "તેને ક્રૂસે જડો! તેને ક્રૂસે જડો!"

22 ત્રીજી વાર તેણે તેઓની સાથે વાત કરી: "શા માટે? આ માણસે શું ગુનો કયોઁ છેે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઇ પણ જણાયું નથી; માટે હું તેને શિક્ષા કરીને છોડી દઈશ."

23 પણ તેઓએ મોટા ઘાંટા પાડીને દુરાગ્રહથી માંગણી કરી કે તેને ક્રૂસે જડાવો, અને તેમના ઘાંટા ફાવ્યા. 24 તેથી તેઓની માંગણી મુજબ કરવાનો હુકમ પિલાતે કયોઁ. 25 તેણે દંગો અને હત્યાનાં આરોપસર જે માણસને જેલમાં નાખવામાં આવ્યો હતો, જેની તેઓએ માંગણી કરી હતી. તેને તેણે છોડી દિઘો, અને ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.