Pular para o conteúdo
Publicidade

લૂક 23:33-43

33 જયારે તેઓ ખોપરી નામની જગાએ આવ્યા, ત્યાં તેમને ગુનેગારોની સાથે ક્રૂસે જડવામાં આવ્યા, એક તેમની જમણી અને બીજો તેમની ડાબે. 34 ઈસુએ કહ્યું. "હે પિતા, તેઓને માફ કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે." અને તેઓએ ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા.

35 લોકો જોતાં ઊભા હતા, અને અધિકારીઓ મશ્કરી કરતાં કહેતા હતા કે, "તેણે બીજાઓને બચાવ્યાં, જો તે ઈશ્વરનો મસીહ, તેનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે."

36 સૈનિકોએ પણ આવીને તેમની મશ્કરી કરી. તેઓએ તેમને પીવાં કડવો સરકો ધર્યો, 37 અને કહ્યું, "જો તું યહૂદીઓનો રાજા હોય તો તું પોતાને જ બચાવ."

38 તેમના પર એક લેખીત સુચના લગાવેલી હતી કે:

આ યહૂદીઓનો રાજા છે.

39 તેમાંના એક ગુનેગાર કે જે ત્યાં લટકાવવામાં આવ્યો હતો, તેમની મશ્કરી કરતા કહ્યું: "શું! તું મસીહ નથી? તો તું પોતાને અને અમને બચાવ!"

40 પણ બીજા ગુનેગારે તેને ધમકાવ્યો, "શું તું ઈશ્વરથી ડરતો નથી? તેણે કહ્યું, તું તે જ શિક્ષા નથી ભોગવતો? 41 આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, આપણે આપણા પોતાના કામોનું ફળ ભોગવી રહ્યા છીએ. પણ આ માણસે કશું જ ખોટું કર્યું નથી."

42 પછી તેણે કહ્યું, "હે ઈસુ! તમે તમારાં રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો."

43 ઈસુએ તેને જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે: આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.