ઈસુનું પુનરુત્થાન
1 અઠવાડિયેને પહેલે દિવસે વહેલી સવારે, સ્ત્રીઓએ તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઇને કબરે ગઇ. 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. 3 પણ જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ પ્રભુ ઈસુનું શબ જોયું નહિ. 4 જયારે તેઓ આ વિશે વિચારતી હતી, એવામાં વિજળી જેવા ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો તેઓની બાજુમાં ઊભેલા હતા. 5 સ્ત્રીઓ ભયભીત થઇ ગઇ ને જમીન સુધી તેમના માથાં નમાવ્યા, "પણ તે માણસે તેમને કહ્યું, મૂએલાઓમાં તમે જીવતાંને કેમ શોધો છો? 6 તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો: 7 ‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ "