Pular para o conteúdo
Publicidade

લૂક 24:13,15,16,30-32

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

એમ્મૌસના માર્ગે

13 હવે તે જ દિવસે તેઓમાંના બે યરુશાલેમથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા એમ્મોસ ગામ તરફ જઈ રહ્યા હતા. 15 જયારે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા એવામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓ તેમને ઓળખી શક્યાં નહિ.

30 જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા, પણ તેઓ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા કે, "જયારે તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા ને શાસ્ત્ર ખોલીને સમજાવતા હતા ત્યારે શું આપણા હૃદય કેવાં અદભુત ઉષ્મા અનુભવતા હતાં!"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા.

    15 એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. ‌

    30 એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓએ એકબીજાને કહ્યું કે, "જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.