Pular para o conteúdo
Publicidade

લૂક 24:13-35

એમ્મૌસના માર્ગે

13 હવે તે જ દિવસે તેઓમાંના બે યરુશાલેમથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા એમ્મોસ ગામ તરફ જઈ રહ્યા હતા. 14 માર્ગમાં તેઓ એકબીજા સાથે જે બધી બનેલી બાબતો સંબંધી વાતચીત કરતા હતા. 15 જયારે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા એવામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓ તેમને ઓળખી શક્યાં નહિ.

17 તેમણે તેમને પૂછયું, "તમે સાથે ચાલતાં ચાલતાં શી ચર્ચા કરો છો?"

તેઓ ઊભા રહી ગયા, તેઓના મોં ઉતરી ગયા. 18 કલીઓપાસ નામનાં એક જણે, તેમને પૂછયું, "આખા યરુશાલેમની મુલાકાત કરનારામાં તું જ એક એવો લાગે છે કે જેને આ દિવસોમાં બનેલી બીનાઓની ખબર નથી!"

19 તેમણે પૂંછયુ, "કઈ બીનાઓ?"

તેઓએ જવાબ આપ્યો, "નાઝરેથના ઈસુના વિશે, તેઓ ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી એક પ્રબોધક હતા. 20 મુખ્ય યાજકોએ અને અમારા અધિકારીઓ તેમને પકડીને મરણદંડને માટે સોંપી દીધા, અને તેઓએ તેમને ક્રૂસે જડી દીધા. 21 પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયેલને છુટકારો આપનાર હતો તે એ જ છે, અને તે સવઁ ઉપરાંત આ બનાવને આજે ત્રીજો દિવસ થયો છે. 22 વળી અમારાંમાંની કેટલીક સ્ત્રીઓ આજે વહેલી સવારે કબરે ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડયું. 23 તેઓને તેમનું શબ મળ્યુ નહિ. ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને દૂતોનુ દશઁન થયું હતું, જેઓએ કહ્યું કે તેઓ જીવતાં હતા. 24 અમારાંમાંથી કેટલાક કબરે ગયા જેમ સ્ત્રીઓએ કહ્યું હતુ તેમ તેઓએ જોયું, પણ તેઓએ ઈસુને જોયા નહિ."

25 તેમણે તેઓને કહ્યું, "તમે કેટલાં મુખઁ છો, અને પ્રબોધકોએ જે કહ્યું તે માનવામા કેટલાં ધીમાં છો! 26 શું મસીહાએ પોતાના મહિમામાં પ્રવેશતાં પહેલાં આ બધું સહેવું પડશે?" 27 અને મોશે અને બધા પ્રબોધકોનાં પુસ્તકોથી શરૂ કરીને બધા શાસ્ત્રમાંથી પોતાને વિશે જે કહેવામાં આવ્યું તેનો ખુલાસો કરી બતાવ્યો.

28 તેઓ જે ગામમાં જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ આગળ જતા હોય તેમ આગળ વધ્યા. 29 પણ તેઓએ તેમને આગ્રહ કયોઁ કે, અમારી સાથે રહો કેમકે "સાંજ પડવા આવી છે, અને દિવસ નમવા આવ્યો છે. ખૂબ મોડું થઈ ગયું છે" તેથી તેઓ તેમની સાથે ગયા.

30 જયારે તેઓ તેમની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લીધી આભાર માન્યો, તે ભાંગી અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી ગઈ અને તેઓએ તેમને ઓળખ્યા, પણ તેઓ તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓ એકબીજાને પૂછવાં લાગ્યા કે, "જયારે તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા ને શાસ્ત્ર ખોલીને સમજાવતા હતા ત્યારે શું આપણા હૃદય કેવાં અદભુત ઉષ્મા અનુભવતા હતાં!"

33 એ જ સમયે તેઓ ઊઠીને યરુશાલેમ પાછા વળ્યા. ત્યાં તેમણે અગિયારને તથા તેઓની સાથેનાઓને એકઠાં થયેલા જોયા, 34 અને કહેતા કે, "તે સાચું છે! પ્રભુ, ખરેખર ઊઠયાં છે! અને સિમોનને દર્શન દીધું છે." 35 ત્યારે બે એ રસ્તામાં શું બન્યું, અને રોટલી ભાંગતા ઈસુ તેમનાથી કેવી રીતે ઓળખાયા હતાં તે કહી બતાવ્યું.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.