યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે
1 તિબેરિયસ કૈસરનાં શાસનકાળના પંદરમે વર્ષે જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, ત્યારે હેરોદ ગાલીલનો રાજા, તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો રાજા તથા ત્રાખોનીતીસ, અને લુસાનિયસ અબિલેનીનો રાજા તરીકે રાજ કરતા હતા. 2 અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકોના સમય દરમ્યાન, ઈશ્વરનું વચન ઝખાર્યાના પુત્ર યોહાનની પાસે અરણ્યમાં આવ્યું.