Pular para o conteúdo
Publicidade

લૂક 3:1-18

યોહાન બાપ્તિસ્ત માગઁ તૈયાર કરે છે

1 તિબેરિયસ કૈસરનાં શાસનકાળના પંદરમે વર્ષે જયારે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, ત્યારે હેરોદ ગાલીલનો રાજા, તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો રાજા તથા ત્રાખોનીતીસ, અને લુસાનિયસ અબિલેનીનો રાજા તરીકે રાજ કરતા હતા. 2 અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકોના સમય દરમ્યાન, ઈશ્વરનું વચન ઝખાર્યાના પુત્ર યોહાનની પાસે અરણ્યમાં આવ્યું. 3 તે યર્દનની આસપાસના સમગ્ર પ્રદેશોમાં પાપોની માફી માટે પસ્તાવાનું બાપ્તિસ્માનો ઉપદેશ આપતો. 4 જેમ યશાયા પ્રબોધકનાં પુસ્તકમાં વચનો લખેલા છે તેમ:

"અરણ્યમાં પોકારનાર વાણી,

‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો;

તેમના માટે રસ્તા સીધા કરો.

5 દરેક ખીણ પુરવામાં આવશે,

દરેક પર્વત અને ટેકરી નીચી કરાશે.

વાંકાચુંકા રસ્તા સીધા થશે,

ખરબચડા રસ્તા સપાટ થશે.

6 અને બધા લોકો ઈશ્વરનું તારણ જોશે.’ "

7 તેનાથી બાપ્તિસ્મા પામવાં બહાર આવતાં ટોળાંને યોહાને કહ્યું, "તમે સર્પોનાં વંશજ! આવનાર કોપથી નાશી જવા તમને કોણે ચેતવ્યા? 8 પસ્તાવાની સાથે રહે તેવાં ફળ ઉપજાવો: ‘અને પોતાને એમ ન કહેશો કે અબ્રાહમ અમારા પિતા અમારી પાસે છે!’ હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી પણ ઈશ્વર અબ્રાહમને માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 કુહાડો વૃક્ષનાં મૂળ પર મંડાય ચૂકયો છે, અને દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં નાંખવામાં આવશે."

10 ટોળાએ પૂછયું, "તો અમે શું કરીએ?"

11 યોહાને જવાબ આપ્યો, "જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે."

12 જકાતકારો પણ બાપ્તિસ્મા પામવાં આવ્યા તેઓએ પૂછયું, "ગુરુજી! અમે શું કરીએ?"

13 તેણે તેમને કહ્યું, "જરુર હોય તે કરતાં વધારે તમે ન ઉઘરાવો."

14 પછી કેટલાક સૈનિકોએ પૂછયું, "અને અમે શું કરીએ?"

તેણે જવાબ આપ્યો, "બળજબરીથી પૈસા પડાવી ન લો અને લોકો પર ખોટું તહોમત ન મૂકો, તમારાં પગારથી સંતોષી રહો."

15 લોકો આતુરતાથી રાહ જોતાં હતા અને સવઁ યોહાન સંબંઘી હૃદયમાં આશ્ચયઁ પામતા કે જો કદાચ તે મસીહ હોય. 16 યોહાને બધાને જવાબ આપ્યો, "હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં એક અધિક પરાક્રમી આવશે, તેના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી અને અગ્નિથી કરશે. 17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, અને તે પોતાની ખળી સાફ કરશે. ઘંઉ તેમનાં કોઠારોમાં ભરશે, પણ તેઓ ભૂંસુ ન હોલવનાર અગ્નિમાં બાળી નાખશે." 18 બીજા ઘણાં શબ્દોથી યોહાને લોકોને ઉતેજન આપ્યું અને તેમને સુસમાચાર પ્રગટ કયાઁ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.