ઈસુનું અરણ્યમાં પરીક્ષણ થાય છે
1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દન પાછા ફર્યા અને આત્માથી પ્રેરાઇને અરણ્યમાં ગયા, 2 જયાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું. આ દિવસો દરમિયાન તેમણે કંઈ જ ખાધું નહોતું, અને તે દિવસોને અંતે તેઓ ભૂખ્યા થયા.
3 શેતાને તેમને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર છો, તો આ પથ્થરોને કહો કે તે રોટલી થઈ જાય."
4 ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: ‘માણસ કેવળ રોટલી ઉપર જ જીવતો નથી.’ "
5 શેતાન તેમને એક ઊંચે સ્થળે લઈ ગયો અને એક ક્ષણમાં જગતનાં સર્વ રાજ્યો તેમને બતાવ્યાં 6 અને તેણે તેમને કહ્યું, "હું તમને સર્વ સત્તા તથા જાહોજલાલી તમને આપીશ, કેમકે આ સઘળું મને આપવામાં આવ્યું છે, અને હું ચાહું તેને તે આપી શકું છું. 7 જો તમે મારી આરાધના કરો તો આ સર્વ તમારું થશે."
8 ઈસુએ જવાબ આપ્યો, "લખેલું છે કે: તારે માત્ર પ્રભુ તારા ઈશ્વરની જ આરાધના કરવી અને એકલા તેમની જ સેવા કરવી."
9 પછી શેતાન તેમને યરુશાલેમનાં મંદિરનાં સવોઁચ્ચ સ્થાન પર ઊભા રાખીને કહ્યું, "જો તમે ઈશ્વરપુત્ર હોય તો અહીંથી પોતાને નીચે પાડો, 10 કારણ કે લખેલું છે:
" ‘તેઓ પોતાના દૂતોને તમારા સંબંઘી હુકમ કરશે;
તમારું રક્ષણ કરવા;
11 તેઓ પોતાના હાથ પર તમને ધરી લેશે;
રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’ "
12 ઈસુએ જવાબ આપ્યો, "એમ કહેલું છે કે: ઈશ્વર તારા પ્રભુનું પરીક્ષણ કરવું નહી."
13 જયારે શેતાન આ સવઁ પરીક્ષણો પૂરાં કર્યા પછી, તે તેમને કંઇક મુદત સુધી મુકી દીધા.