બાર પ્રેષિતો
12 એક દિવસે ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા અને ઈશ્વરની પ્રાર્થનામાં આખી રાત ગાળી. 13 જયારે સવાર થઇ, ત્યારે તેમણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી બારને પસંદ કયાઁ, જેમને તેમણે પ્રેષિતો તરીકે નિયુકત કયાઁ.
14 સિમોન (જેનું નામ તેમણે પિતર પાડયું) તેનો ભાઈ આન્દ્રિયા,
યાકોબ,
યોહાન,
ફિલિપ,
બર્થોલ્મી
15 માથ્થી,
થોમાસ,
અલ્ફીનો દીકરો યાકોબ,
સિમોન કે જે ઝેલોટીસ કહેવાય છે,
16 યાકોબનો દીકરો યહૂદા,
અને ઈસુને દગો દેનાર, યહૂદા ઇશ્કરિયોત.