Pular para o conteúdo
Publicidade

લૂક 6:27-36

દુશ્મનો માટે પ્રેમ

27 "પણ તમે જેઓ સાંભળો છો તેમને હું કહું છું, તમારાં દુશ્મનો પર પ્રેમ કરો; જેઓ તમને ધિક્કારે છે તેઓનું ભલું કરો. 28 જેઓ તમને શાપ આપે તેઓને આશિષ આપો, જેઓ તમારી સાથે ગેરવર્તન કરે તેઓને માટે પ્રાર્થના કરો. 29 જો કોઈ તમારાં એક ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ લે તો તેને તમારું શટઁ પણ આપી દો. 30 તમારી પાસે કોઈ કંઈ માગે તો તેને તે આપો, અને જો કોઇ તમારું લઈ જાય તો પાછું ન માંગ. 31 જેવું તમે બીજાઓ પાસેથી ચાહો છો તેવું તેમને કરો.

32 "જો તમે તમારા પર પ્રેમ કરનારાઓને પ્રેમ કરો છો, તો એમાં પ્રશંસાપાત્ર શું? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાં પર પ્રેમ રાખે છે. 33 અને જેઓ તમારું ભલું કરે, તેઓનું તમે ભલું કરો, તો તેમાં શી નવાઈ? એવું પાપીઓ પણ કરે છે. 34 જેઓ પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમને શું યશ છે? પાપીઓ પણ પાપીઓને પાસેથી પૂરેપૂરું પાછું લેવાની આશા રાખીને ઉછીનું આપે છે. 35 તમારાં દુશ્મનો પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, અને તેઓને પાછું લેવાની આશા વગર ઉછીનું આપો, ત્યારે આકાશમાં તેનો મહાન બદલો તમને મળશે અને તમે પરાત્પરના બાળકો થશો. કેમકે અનુપકારી અને દુષ્ટો પ્રત્યે તે રહેમી છે. 36 જેમ તમારા પિતા કરુણાળુ છે તેવાં તમે થાઓ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.