Pular para o conteúdo
Publicidade

લૂક 7:11-17

ઈસુ વિધવાનાં દીકરાને સજીવન કરે છે

11 પછી તરત, ઈસુ નાઈન નામનાં નગરમાં ગયા. અને તેમના શિષ્યો તેમજ લોકોનું બહું મોટું ટોળું તેમની સાથે ગયું. 12 જયારે તેઓ નગરનાં દરવાજે પહોંચ્યા, ત્યારે એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા, તેની માતાનો એકનો એક પુત્ર; અને તે એક વિધવા હતી. અને નગરનું ઘણું મોટું ટોળું તેની સાથે હતું. 13 જયારે પ્રભુએ તેને જોઈ ત્યારે તેમનું હૃદય ઊભરાઈ આવ્યું, અને તેમણે કહ્યું: "રડીશ નહિ!"

14 પછી તેઓ પાસે ગયા અને જે ઠાઠડી તેઓ ઉંચકીને લઇ જઈ રહયાં હતાં તેને અડકયા, અને ઊંચકનારાઓ ઊભા રહ્યા, તેમણે કહ્યું, "જુવાન માણસ! હું તને કહું છું કે, ઊઠ!" 15 મૂએલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો, અને ઈસુએ તેને તેની માતાને પાછો આપ્યો.

16 લોકોને ભય લાગ્યું અને ઈશ્વરની સ્તુતિ કરી. તેઓએ કહ્યું, "આપણી મધ્યે એક મહાન પ્રબોધક દેખાયા છે. ઈશ્વર પોતાના લોકોને મદદ કરવાં આવ્યા છે." 17 ઈસુનાં વિશેનાં આ સમાચાર યહૂદિયા અને આસપાસના પ્રદેશોમાં ખૂણે ખૂણે ફેલાઈ ગયા.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.